એની પ્રગટાવો હોળી
એની પ્રગટાવો હોળી
ગુંડાગીરી ને અત્યાચારની પ્રગટાવો હોળી,
ટોચે બેઠેલા ભ્રષ્ટાચારની પ્રગટાવો હોળી,
વાસનાનો રાક્ષસ જાણે બરાબર જાગ્યો છે,
ગલી-ગલીના બળાત્કારની પ્રગટાવો હોળી,
બીજાને લૂંટવાની જાણે જામી છે હરીફાઈ,
મનમાં જામેલ કુવિચારની પ્રગટાવો હોળી,
બધે થાય નકલખોરી, માથે એમાં ભેળસેળ,
હૃદયનાં આવા ઝણકારની પ્રગટાવો હોળી,
‘સાગર’ અહીં મોતને સસ્તું બનાવી બેઠા છે,
મનમાં જાગતાં તિરસ્કારની પ્રગટાવો હોળી.