કલાનો ફડાકો
કલાનો ફડાકો


દોસ્તો ! વધુ મારો ન તડાકા,
થશે ઘરે ખાવાના કડાકા,
આંખોને કાબૂમાં રાખો યારો !
તેની ભૂલે ગાલને ફડાકા,
વધુ કનડગત નથી સારી,
મુખેથી સુણવા પડે ભડાકા,
પથરાળ રસ્તે હાલી જતાં,
કંઈ મીઠા ન લાગે થડાકા !
‘સાગર’ જીવન હોય ભમરાળું,
તો કલા પણ કરે ધડાકા.