STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

વાતોની થેલી

વાતોની થેલી

1 min
502


વાતોને ભેગી કરીને મોકલી,

મોટી થેલીમાં ભરીને મોકલી,


સીધા રસ્તે જવાની નથી ટેવ,

તેથી ચીલો ચાતરીને મોકલી,


અહીં કયાં માનવોની હતી ખામી,

કે કલારૂપી પરીને મોકલી !


ભેંસ પણ નશામાં મારે પાટા,

દારૂની થેલી ચરીને મોકલી,


કલાને ભૂલીએ નહિ ‘સાગર’

વેદનાને કોતરીને મોકલી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy