STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

ગાયોનું રસ્તા-રોકો આંદોલન

ગાયોનું રસ્તા-રોકો આંદોલન

1 min
629

રસ્તામાં રોકીને મને કહે એક ગાય,

હું અહીં ઊભી ને તું આમ ક્યાં જાય ?

 

અમે તો છીએ માતા, તમે અમ પુત્ર,

ચાલ્યો ક્યાં આચમનમાં લીધા વિના ગૌમૂત્ર !

 

ગાયનું રાખી માન, રસ્તો મેં બદલ્યો,

ત્યાં પાંચ ગૌ-પુત્રીઓએ ડોળા કાઢી આંતર્યો.

 

માંડ માંડ શોધી સાંકડી એક શેરી,

અલમસ્ત ગાય ઘૂરકી, શીદને થાશ વેરી ?

 

માંડી બીજી શેરીમાં ઘરડી ગાયે મોકાણ,

મુજ બુઢીને કરીશ ઊભી ? આપી દઈશ આણ !

 

બધેથી બચતો બચતો મોટા રસ્તે ગયો,

જોયું ગાયોનું ટોળું, ને બેભાન જેવો થયો.

 

હિંમત કરી આગળ વધ્યો, માંડ રસ્તો થાય,

ઓફિસમાં બોસ તાડૂક્યા, "આટલું મોડું કરાય ?"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy