STORYMIRROR

Amit Bariya

Inspirational Comedy

4  

Amit Bariya

Inspirational Comedy

તડકાને લાગી ગઈ ટાઢ

તડકાને લાગી ગઈ ટાઢ

1 min
27.1K


તડકાને લાગી ગઈ ટાઢ,

ક્યારની એની જે કેવી ડગ-ડગે છે દાઢ,

તડકાને લાગી ગઈ ટાઢ.

ઉઘાડા માથે ફરતો ને નો'તી કોઈની બીક,

ના કોઈનું એ માન્યો, ઘણી કરી માથાજીંક,

છેવટે એના નાકે આવી કેવડી મોટી બાઢ,

તડકાને લાગી ગઈ ટાઢ.

લ્યો, હવે કોઈ એને શાલ-ધાબળો ઓઢાડો,

તાપણું કરી, એની પાસે જઈ એને પોઢાડો,

શરદી સાથે એનો હવે સબંધ થૈ ગ્યો ગાઢ.

તડકાને લાગી ગઈ ટાઢ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational