STORYMIRROR

Amit Bariya

Inspirational Tragedy

3  

Amit Bariya

Inspirational Tragedy

રમકડાએ કરી રાવ

રમકડાએ કરી રાવ

1 min
14.4K


રમકડાએ આજે કરી છે રાવ,

આવ્યો મોબાઈલ ને અમારા, ઘટી ગ્યા છે ભાવ,

રમકડાએ આજે કરી છે રાવ,

ભાંગી તુટી રમવાનું હોય, તોય આનંદ આવતો,

આળોટતા એ ધુળનોય, સ્વાદ અમને ભાવતો,

જખમ એ ડિલનો ભરાય, ન ભરાય દિલના ઘાવ,

રમકડાએ આજે કરી છે રાવ,

ટેકનોલોજી સાથે સાથે અમનેય સમય આપો,

સાચી ખૂશી શામાં છે? ક્યારેક તો એ માપો,

મારી દિલમાં ડૂબકી, સાચા તથ્ય સુધી તો જાવ,

રમકડાએ આજે કરી છે રાવ,

અમે અમારી અંદર ઘણી લાગણીઓને ઠાંસી છે,

બાકી દુનિયા મોબાઈલની, સર્વસ્વ આભાસી છે,

ફેંકી દવ હું આજે એને અહીં એ ડબલું લાવ,

રમકડાએ આજે કરી છે રાવ,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational