ચશ્મા
ચશ્મા
કાચમાંથી દુનિયા બતાવે ચશ્મા,
કયારેક આંધળો કહેડાવે ચશ્મા.
કોઈ લલનાને ટીકી-ટીકી જોતાં,
ચંપલના મારથી બચાવે ચશ્મા.
નેતાશ્રી કરે ભાષણ છટાદાર,
ભૂલ થાય તો વહારે આવે ચશ્મા.
કાળા રંગે મળે અંધારું આંખોને,
દિવસની રાતડી બનાવે ચશ્મા.
બલાની વાતે ‘સાગર’ તથ્ય લાગ્યું,
આંખોનું મિલન અટકાવે ચશ્મા.