શિયાળાની સવાર થાય.
શિયાળાની સવાર થાય.
સવાર થાય,
જાગવામાં વાર પણ થાય,
મીઠેરી ઊંઘ આવે,
ધાબડો દિલદાર પણ થાય,
બળજબરીથી જગાડે,
લલકાર પણ થાય,
ખાપમાં મોં જોઈએ,
ભૂતના દીદાર પણ થાય,
હાથ નાખીએ પાણીમાં,
હાહાકાર પણ થાય,
દાઢી કરવાની પતરી,
તલવાર પણ થાય,
અંગેઅંગમાં ધ્રુજારી,
રક્તકણો ઠાર પણ થાય,
નાહવાના મારગતો,
ખાડાની ધાર પણ થાય,
વસ્ત્ર પરિધાન થતાં સુધી તો,
ઠંડીના કણેકણ આરોપાર પણ થાય,
સ્વેટર, ટોપી બરોબર પહેરી,
ચા પીધા પછી ચમત્કાર પણ થાય!
સવાર થાય,
જાગવામાં વાર પણ થાય!