STORYMIRROR

Smita Dhruv

Children Romance Tragedy

4  

Smita Dhruv

Children Romance Tragedy

..ક્યાં કૅમેરામાં કેદ થાય છે?

..ક્યાં કૅમેરામાં કેદ થાય છે?

1 min
911


બધું ક્યાં કૅમેરામાં કેદ થાય છે ?

ઝાડ પર લટકેલી અસંખ્ય વાગોળ,

અને ચાંચમાં ચણ લઈને ઉડતી કાબર,

બિલાડીનું ઘુરકીને બોલેલું મ્યાઉં,

ને કૂતરાની પૂંછડી થતી પટ - પટ !....

બધું ક્યાં કૅમેરામાં કેદ થાય છે ?


શેકહેન્ડ કરતા હાથની ગરમાહટ,

ને આંખમાંથી ટપકેલું છેલ્લું આંસુ,

પગે લાગતાં મળતા આશિષ,

ને મમતાથી માએ  કરેલું ચુંબન !...

બધું ક્યાં કૅમેરામાં કેદ થાય છે ?


કન્વેયર બેલ્ટનો લાગતો ધક્કો,

ને પરદેશમાં મળેલો ઘરનો સંદેશો,

નવા દેશમાં મંડાતા નવા પગરણ,

ને એકલાં ઉજવાતી નિત-નવી મોસમ !...

બધું ક્યાં કૅમેરામાં કેદ થાય છે ?





Rate this content
Log in

Similar gujarati poem from Children