Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Avanee Kalsariya

Children

4.9  

Avanee Kalsariya

Children

બાળપણ

બાળપણ

1 min
601

ચાલને ભેરૂ બાળપણની યાદોને તાજી કરી લઈએ,

રમવા તે મિત્રોની સાથ ફરી બાળક બની  લઈએ.

ખુલ્લા એ આકાશમાં તારલિયાને  ગણતા ગણતા,

સોહામણા એ સપનાની રાતને ફરી માણી લઈએ .

સંતાકૂકડી રમતા રમતા સમયની ના રહેતી સંભાળ,

આ સમયને રોકી ચાલને જૂની યાદોમાં ઝૂમી લઈએ.

ઢળતી  સાંજે દાદી  સંગ  ઘરના  ઓટલે  બેસી,

ચાલને ફરી એ પરીઓની કહાનીને તાજી કરી લઈએ.

રમવા  બહેનપણીઓની સંગાથ આંબાવાડી એ,

ચાલને જુલતી આંબાની ડાળીએ ફરી જૂલી લઈએ.

શાળાના  એ મેદાનમાં, ગુરૂજનોના  સંગાથમાં,

ચાલને ફરી એકવાર એકડા બગડા ઘૂંટી લઈએ.

Rate this content
Log in

Similar gujarati poem from Children