Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Vijay Prajapati

Children Inspirational Others


4  

Vijay Prajapati

Children Inspirational Others


બચપણ ખોવરાણુ...!!

બચપણ ખોવરાણુ...!!

3 mins 13.2K 3 mins 13.2K

''શૈશવ ખોવાયુ છે''

કોઈને પાછુ મળે તો કહેજો

લખોટી ને ભમરડા ને ફાટેલા કપડાની

ગમ્મત ચોરાણી

ન જાણે આ ''બચપણ'' કેટલુ અદભુત ચોરાણુ

શૈશવની ચિનગારી એ ઓલા છઠીયા માય ફટાણુ


શર્ટના તુટેલા બટનોમા પણ ફરી ન સંધાણુ,

માથામા ફરેલી ધુળની રજોટોમા ફરી ન તોળાયુ

શેરીઓ ને ગલીઓમા ગેડી દડે ફરી વલખાયુ,

ક્યાક અમથુ અમથુ એક એકલુ ભટકાણુ,

''આ શૈશવ એકલુ ક્યા સંતાયુ''


ક્યાક લપસણીમા બહુ દુર ખાડે જઈ પટકાણુ,

ક્યાક હીંચકાની દોરી ઓ તુટી ગઈ અથડાણુ,

ભમરડાની દોરી એમ અમથુ ક્યા ગુંચવાણુ,

દોડતી કુદતી બહેનપણીના દુપટ્ટા મા એમ કોરાણુ,

ગઠીયાની ટોળકીમા આજ સાદ કરતુ ક્યા સમાણુ,


''આ શૈશવ ક્યા સમાણુ''

મેળાના રમકડાની ચાવી એ જાણે ક્યા ક્યા ભરાણુ,

ચકડોણનો મીઠી માધમમા આ ક્યાક ચકડોરાણુ,

નાવડીના હલેસાની હળવી મજામા ક્યાક હલેસાયુ,

શાળાના પગથીયે પગથીયે ક્યાક એ ઘુંટાણુ,

પ્રાર્થનાના સરોવરમા રેતના ઢગલામા ફરી ધુળાણુ,

આ શૈશવ ક્યા રગદોડાયુ,


બગીચાના ફુલો પાછળ ઉગેલુ હવે ક્યા કરમાણુ,

કીચડની રમતોની હાલાકી પાછળ કીચડાણુ,

ચોમાસાના વરસાદમા વહેતા પાણીમા તણાયુ,

અમીયલ છાંટણા મેઘ ધરાના આમજ એ ધોવરાણુ,

ગોવતરીના અવનવા ખોળા પાછળ ક્યાક ખુંદાણુ,

ઢોરઢાખરના આંચળો વાહે ક્યાક ધવરાણુ,

આ શૈશવ ફુલડે શરમાયુ


ક્યાક શિક્ષકની મારપીટમા એ ફુટપટ્ટી લખાણુ,

ક્યાક ઓલી સિલેટ ને પાછુ ફરીથી ઘુંટાણુ,

પૌઆ ને મમરાના આ વાયરામા ક્યાક ફેંકાણુ,

ચોકલેટની હાલાકીમા મડતા મડતા ચીકણાયુ,

ચીચવામા કુદતા કુદતા એક છેડેથી એટલુ પટકાણુ,

આ હીંચકાની ખબરમા ક્યાક ગોથા ચકરે ચરાણુ,

આ શૈશવ ચરાણુ


ગ્રાફમા હરણ,વાઘ, સિંહના ફોટામા ચિતરાણુ

અચરજ પામે એવુ પ્રગતિપત્રકે નામ એ ચિતરાણુ,

પરિણામના આ થોકડા મા ટકાવારીમા મપાણુ,

ક્યાક જબરદસ્તીને ન પહોચે એટલામા રિસાણુ,

સંસારને પાથરે એટલુ આ ન સચવાણુ,

આ શૈશવ કેમ ક્યા ગવાણુ,


પાલવ, ખોળા ખુંદીને ક્યાક ધરતીની રજોટે રજોટાણુ,

દુધના પ્યાલે પ્યાલે એ શાણપણ ક્યા સમાણુ,

હાસ્યનુ મદમોહક આ તખલ્લુસ ફરી ક્યા ફરમાણુ,

બુંદો બુંદોએ એ સ્નાનના ટોકરમા ક્યા ટકરાણુ,

ભાંગતે તુટતે હવે એ ક્યા નજરાણુ,

આ બચપણ ક્યાક


ભેંકાર જવાબદારીઓ પાછળ આ જાણે બિવરાણુ,

ક્યાક ટેલીવિઝન ઢીંગલામા

મોટુ પતલુની વાતોમા,

શક્તિમાન કે ગંગાધરમા,

ઘરઘરકી કહાની કે,

અલીફ લૈલાના સપને કોરાણુ,


શિયાળાની ઠંડીમા ઠુંઠવાણુ,

હોળીના અવનવા બેરંગોમા રંગાણુ,

પતંગની દોરી એ એ લપેટની બુમે કપાણુ,

ક્રિકેટની રમતે રમતે જાણે બહાર ફેંકાણુ,

લગનના ટાંકણે બાસુંદીમા ભરમાણુ,

ઉનાળાના તડકામા ખરેબપોર તપતપાણુ,

ક્યાક મિઠા છાંયડાની ધરોહર મા છાયાણુ,


ચૈતરના ઘુળીયા વાયરામા ધુળાણુ,

વૈશાખે હોમ ધખધખતુ તોય ન ધગધરાણુ,

જ્યેષ્ઠ કે ગ્રીષ્મે ફરી ન સલવાણુ,

અષાઢને જગન્નાથ અમી છાંટણે ભીંજાણુ,

ઉભલી ચોથના જાગણે ક્યાક જગાણુ,

સિનેમા ખબર નહતી તોય કેટકેટલુ જોવાણુ,


કુટીરોમા મહેફીલોમા એઠા વાટકે ક્યાક રંગાણુ

પરબોને પાણી તળાવડા એ ક્યાક ખોબલે પીવાણુ,

શુ જાણે આટલુ રેઢુ બચપણ કેમ જીવાણુ,


''માં'' તુ નહતી તો કેમ આ બચપણ તારા પાલવે,

ફરી ફરી આંખ મીચી રોઉ તોય ક્યાક વસવસાયુ,

તારા અધુરા ધાવણે તો ક્યાક તારામા ખોવાણુ,

ખુબ જ કીલકીલાટ વચ્ચે એમ એકલુ ગુંજાણુ,

તારા મિઠા હાથોના સ્પર્શ વચ્ચે એટલુ ઓશીયાળુ,


થેલા, દફતર, નાસ્તાના ડબ્બામા,

ક્યાક તો, આ છુટા વાળોને બાંધતા ન ગુચવાણુ,

સ્મરણની કોથળી ઓ રોજ ધરાતી તોય કશુ ન ધરાણુ,

ક્યાક તો દુર સુધી હાલતા ચાલતા એટલુ થકાણુ,

'માં' તમારા સ્મરણોમા આટલુ અટવાયુ

શૈશવ જાણે !


''વિજ'' મન એટલુ જ કહે ફરી ફરી ન મળે તોય

હજી હજક ગોતી લઉ આ આટલુ આમ ફરમાણુ !


Rate this content
Log in

More gujarati poem from Vijay Prajapati

Similar gujarati poem from Children