નર્સ ડે !
નર્સ ડે !
આ મહામારીની તારણહાર છે,
ક્યાંક પ્રભુની દેણ સર્જનહાર છે ?
એ બિમારીને સગા હાથે વાળતી,
જોઇ લ્યો પરિચારિકા સાકાર છે,
હૂંફ નામેએ દવાઓ આપતી,
ઇશ! અહિં આપનો ઉપકાર છે,
દ્રશ્ય કરુણાંમય નજરમાં રાખતી,
વ્હાલ વરસાદી આપનાર મલ્હાર છે,
આ મહામારી ની અટકાયત કરી,
હાથમાં લઇ શસ્ત્ર શણગાર છે.