મહેર
મહેર


કહાણી નવી તું બનાવી શકે,
કુદરત મહેર કરી બતાવી શકે,
સમયને નિયમ બાર ના રાખતાં,
બધે બધું કહી ને જતાવી શકે,
ફૂલોની સુવાસો થકી આવજો,
અત્તર પણ રાખી મનાવી શકે,
ભૂલાવી ન દેતા ! તમે તારજો,
તું નૌકા અમારી તરાવી શકે,
ઇશ હુંકાર હો એટલું આપજો,
કલમના શબદથી ભણાવી શકે.