સાચું ભાન થવાનું
સાચું ભાન થવાનું


સૌની વચ્ચે કયાંથી સાચું ભાન થવાનું,
ભીતર પ્હોંચી ગ્યો'તો આતમજ્ઞાન થવાનું.
ચોકી બાંધી પ્હેરો ભરશે જીવનભર ને,
હસતાં રમતાં એજ નજરમાં બાન થવાનું.
તારી મારી કરતાં થાકી જાશો જયારે,
કોણ હશે તારું એ મનથી જ્ઞાન થવાનું.
કોડીની કિંમત આંકી બરબાદ કર્યા'તા,
મનમાં રાખી એની પાછી જાન થવાનું?
જાણીને એ જ અજાણ્યા બનશે કાયમથી,
સમજણ એની કાચી ત્યાં બેધ્યાન થવાનું?
જયારે જયારે એને મળતી શંકા સાથે,
વંદન કરવાં પાછી આવે માન થવાનું.
હેલી થૈ વરસે આજે મન મૂકી માણો,
ડાળે ડાળે ઝુલે મોસમ પાન થવાનું.