અગમનો અણસાર
અગમનો અણસાર
જોયો નથી તને, કદિ જાણ્યો નથી,
તો ય બંધ આંખે રહ્યો દેખાય..!
આ કરામત તે કેવી રીતે કરી ?
કૌતુક આ કોલાહલની દુનિયા મધ્યે,
પલભર મૌનમાં તું શાશ્વત સુણાય..!
આ કરામત તે કેવી રીતે કરી ?
તરસ તું, જલ તું, તું જ એનો પીનાર
તું પીવડાવે ને પ્યાસ મારી બુઝાય..!
આ કરામત તે કેવી રીતે કરી ?
થવાં સાકાર, શબ્દ બની કલમે રોપાતો
મુજ થકી તુજ કવન અદ્દભુત રચાય..!
આ કરામત તે કેવી રીતે કરી ?
છૂપાતો ફરે કરી લ્હાણી સુગંધની,
'દીપાવલી' નાં બે શ્વાસ વચ્ચે તું સધાય..!
આ કરામત તે કેવી રીતે કરી ?
