STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Drama Romance

4  

ઈલાબેન પી. જોષી

Drama Romance

જીવ છે તું મારો

જીવ છે તું મારો

1 min
249

જાણું છું તું નટખટ, ને વળી નખરાળો, 

કાલિંદીને કાંઠડે અમથો, કરતો અટકચાળો,

 

પ્રેમના પમરાટથી, મહેકે સંસાર મારો, 

તું નહીં તો સંસાર મારો, લાગે મને ખારો, 


હું ખરંતુ પારિજાતને, સુગંધ છે તું મારો, 

ખરી જવું નસીબ મારું, સુગંધ બને તું મારો, 


સ્વીકારું છું સમર્પિત હું, ભાવ બસ તું મારો,

વહેણ સાથે વહેતો જાતો, માણીગર તું મારો, 


પ્રસ્તાવ મારો માનીને, સ્વીકાર કર તું મારો,

નહિતર હવા સંગ ઊડી જશે, મોંઘો પ્રાણ મારો, 


હું રૂપાળું ખોળિયું, જીવ છે તું મારો,

તારા વિના શ્વાસ, પણ સાવ અધૂરો મારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama