STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Romance

4  

ઈલાબેન પી. જોષી

Romance

મુલાકાત

મુલાકાત

1 min
374

જીવવું હતું જેની સંગ આખરી શ્વાસ સુધી,

મજધારે મૂકી મને ચાલી ગઈ તું આજ.


સમયને કોસુ કે નસીબને કરું ફરિયાદ,

કષ્ટભરી રાત ને દિવસ ઉદાસ આપી ગઈ તું આજ.


અવાજ પડઘાય છે રસોડાથી ઓરડા સુધી,

"એ સાંભળો છો" શબ્દ મને શુન્યતા આપે છે આજ. 


પિયર પણ ન જતી ચિંતા મારી કરતાં તું,

જાણે છે તારાં વગર હું ચા પણ કેમ બનાવીશ આજ. 


તારાં વિના હાલત લઘરવઘર થઈ છે,

તારી મારી મુલાકાત મધુરી,પણ બની ગઈ કડવી આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance