STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Romance

3  

ઈલાબેન પી. જોષી

Romance

વાલમજી

વાલમજી

1 min
150

ફોરમના ફૂલડાં ફોર્યા વાલમજી, 

વાટલડી નીરખીને હરખું, 


કેસુડાના પાંદડા ખર્યા વાલમજી, 

રંગ ને સુગંધ જોઈ હરખું, 


ફાગણ જોઈ તું સાંભર્યો વાલમજી, 

હોળીની હામ હારે હરખું,


જોઈ તને પ્રેમ ઉભર્યો વાલમજી,

ધકધક હૈયે જોને હરખું,


તવ સંગે મનખો મો'ર્યો વાલમજી,

પ્રેમસભર જોઈને હરખું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance