STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Classics Others

4  

ઈલાબેન પી. જોષી

Classics Others

સમય

સમય

1 min
242

ખાવું,પીવું, સૂવું,ઉઠવું સૌ ઘડિયાળના કાંટે,

બ્રહ્મમુહુર્તમાં જાગી જઈને કરવું જપ, તપ. ધ્યાન. 


વાંચવું, ભણવું, રમવું,જમવું સૌ ઘડિયાળના કાંટે,

દાદાજીનો ફોટો જોઈ થયું સ્મરણ,

સમય પાલન કરાવતાં રાખી સૌનું ધ્યાન.                    


આ જ સમજાયું દાદા સાચા, સાચી રીત ઘડિયાળના કાંટે,      

નિયમિતતાથી નોકરી કરતાં મળી ગુણિયલ નાર,

જે આપતી સૌ પર ધ્યાન. 


જીવન મારું સુખી સંતોષી બન્યું, છે ઘડિયાળના કાંટે,

પ્રેમ,સ્નેહ સંતાન, સંગીનીનો મળ્યો, મેં આપ્યું સમય પર ધ્યાન. 


સમયને સાચવવો જોઈએ, આળસ તજી ઘડિયાળના કાંટે, 

સમય તમને સાચવી લેશે,તરતા ભલે હો સામે પાર,

આપવું પડશે સમય પર પુરુ ધ્યાન. 


સમય સમય બળવાન છે, રુદીયે રાખો ઘડિયાળના કાંટે,

કાબે અર્જુન લુટેલો તે જ ધનુષ પર હતું પુરુ ધ્યાન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics