Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chaitanya Joshi

Inspirational Classics

4  

Chaitanya Joshi

Inspirational Classics

તું કરજે

તું કરજે

1 min
13.4K


તું તારાથી જ બસ શરુઆત કરજે.

માનવ ગોતી માનવતાની નાત કરજે.

એવાં કયાં છે કિસ્મત કે સામેથી મળે,

પરખી ગુણીજનને એવી મુલાકાત કરજે.

ન મળે તને તારી બૂરાઈઓની યાદી, 

નજરે ચડે તો તું કુઠારાઘાત કરજે.

આ દુનિયા છે સ્વાર્થનો મેળો માનજે, 

ક્યારેક પરોપકારની સૌગાત કરજે.

હૈયે એવું હોઠેને શબ્દ થૈને પ્રકાશતું, 

ના અંતરે તું ભેદની ભાત કરજે.


Rate this content
Log in