STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Thriller Others

4  

ઈલાબેન પી. જોષી

Thriller Others

પિતાની લાડલી

પિતાની લાડલી

1 min
333

ખરબચડા હાથોમાં લીધો જાણે, નરમ પોચો પિંડો,  

હરખની હેલીમાં લાધ્યો, રૂપાળો માખણનો પિંડો,


લાડકડીના પગલે પગલે પાવન થઈ હરખાતો વંડો,

કલરવ કરતાં કુસુમિત થાતો, સુગંધ ફેલાવતો પંડો,


મા ના પાલવમાં છૂપાતી, પિતા કરતાં થપ્પો,  

મોઢું ફૂલાવતી દીકરી માટે પિતા બનતાં ઘોડો, 


લાડકડીને વિદાય કરતાં, પિતા પડયો છે મોળો,

પડછંદ પિતા વિદાય જોતા, થયો છે મીણનો ગોળો, 


સાસરિયાની વાતો સંઘરે, કરીને ઉરને દરિયો,

કટુ વચનો ને મેણા ટોણા,  

ઓગાળે આંખોનો દરિયો

 

સહનશીલ ને ઋજુ દીકરી સહેતી સ્વભાવ સાસુનો કડવો,

ખુશ રહેવા તે હસી દેતી દરેક ઘૂંટડો કડવો,


કૂચ મહી સંઘરી'તી તે દુઃખ પીડા ને સર્વે દર્દો,  

વહેંચતી રહેતી હર હંમેશ પ્રેમ, ખુશીને સર્વે કર્મો.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller