STORYMIRROR

ચૈતન્ય જોષી

Thriller

4  

ચૈતન્ય જોષી

Thriller

દૂરથી દેખાતા

દૂરથી દેખાતા

1 min
481

દૂરથી દેખાતા ડુંગર પણ હોય સોહામણા,

દૂરથી દેખાતા ડુંગર પણ હોય લોભામણા,


વાસ્તવિકતા દૂરીથી નથી પરખાતી હંમેશાં, 

દૂરથી દેખાતા ડુંગર પણ હોય રળિયામણા.


જતાં નજદીક સત્ય અનાવૃત થઈ જનારું ,

દૂરથી દેખાતા ડુંગર પણ હોઈ શકે વામણાં.


સૌંદર્ય સાચું નૈકટ્ય પછી જ મહેસૂસ થતું, 

દૂરથી દેખાતા ડુંગર પણ હોય બિહામણા.


ઉન્નત હોવું એ નથી માપ ઊંચાઈનું હંમેશાં, 

દૂરથી દેખાતા ડુંગર પણ હોય શકે શમણાં. 


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Thriller