STORYMIRROR

Nisha Shah

Classics Thriller Abstract

4  

Nisha Shah

Classics Thriller Abstract

ચોપાટ

ચોપાટ

1 min
27.8K


ચાલો રમીએ ચોપાટ,ચોપાટની ચારચાર પાટ,

જાણે સતયુગ દ્વાપર ત્રેતા ને કલિયુગનાં પાટ.

વચ્ચેનું ચોકઠુંછે મુક્તિધામ જ્યાંહરિનો છે વાસ,

આપણે છીએ સૌ સોગઠા રંગરંગનાં ચાર. 

જે જેવા કર્મ કરે તેવા મળે છે એને રંગ. 

સોગઠાં છે લાલ કાળા પીળા ને લીલા,

જેનાં કર્મો છે કાળા તે બને સોગઠા કાળા.

જેણે પુણ્ય કર્યા ઘણાં તે બને હરિયાળા,

ક્રોધી બનેછે રાતા ને લોભી બને છે પીળા.

સોગઠાં છે રંગરંગનાં ચાલો રમીએ ચોપાટ.

ચાર ચાર પાટમાં છે ખાના ચોરાશી,

જેમ ફેરા છે જીંદગીનાં લખચોરાશી.

ફૂલવાળા છે બાર ખાના, કહેવાયએ વધારાનાં,

જ્યાં બેઠા છે સત્તા શાન અને ધનવાળા.

જે માટે છે મારામારી રમતની ગમ્મત છે ભારી,

સોગટા છે રંગરંગનાં ચાલો રમીએ ચોપાટ.

પાડો પાસાને થાઓ પોબાર કોડીઓની છે ધમાલ,

કોઈ જીતે ને કોઇ હારે સોગઠાંજ જીતેને હારે.

આત્મા રમે જો પરમાત્મામાં તો પહોંચે મુક્તિધામે,

જે છે મધ્યમાં સૌથી અંદર જ્યાં હરિનો છે વાસ.

જીંદગીની બાજી છે ખરેજ ચોપાટની બાજી,

ચાલો રમીએ ચોપાટ ચાલો રમીએ ચોપાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics