રહેવુ છે તારી યાદમાં
રહેવુ છે તારી યાદમાં
રહેવું છે તારી યાદોમાં અહેસાસ બનીને
સજ્વું છે તારી આંખમાં આજણ બનીને
પામવું છે તારી પાયલમાં પંથ બનીને
માગવું છે તારા મનમાં મીઠાશ બનીને
આવવું છે તારી આશમાં શ્વાસ બનીને
મળવું છે તારી મુલાકાતમાં મજા બનીને
હારવું છે તારી યાદમાં હમદર્દ બનીને
જીતવું છે તારા જંગમાં મિત બનીને
કહેવું છે તારા કાનમાં વાત બનીને
જીવવું છે તારા સાથમાં સમય બનીને

