અમે ગુજરાતી
અમે ગુજરાતી
ગૌરવશાળી ગુજરાતી અમે છીએ ગૌરવશાળી ગુજરાતી
ગીતો ગાતા ગુંજન કરતા ગૌરવશાળી ગુજરાતી
મંદિરોને અમે મહાન ગણતા ગૌરવશાળી ગુજરાતી
ઉત્સવને અમે આનંદથી ઉજવતા ગૌરવશાળી ગુજરાતી
સંસ્કૃતિની અમે સભ્યતાને સાચવતા ગૌરવશાળી ગુજરાતી
કવિઓને અમે કલ્પી લેતાં ગૌરવશાળી ગુજરાતી
નુત્યોને અમે નયનથી નીરખતા ગૌરવશાળી ગુજરાતી
ભાષાઓને ભાગ્યશાળી માણતા અમે ગૌરવશાળી ગુજરાતી
મેળાઓને અમે મોજથી માણતા ગૌરવશાળી ગુજરાતી
સાહિત્યને અમે સાચવી રાખતા ગૌરવશાળી ગુજરાતી
જય જય ગરવી ગુજરાત અમારી ગૌરવશાળી ગુજરાતી