સંભાળી લે
સંભાળી લે
તું બે શબ્દો વચ્ચે બોલતા મૌનને પંપાળી લે,
મુખ્યની સાથે હવે તું સર્વ ગૌણને સંભાળી લે !
ટેરવાનો શણગાર ભલેને હોય આ શબ્દો તારા,
મૌન થકી ભીતરના ભવ્ય ખાલીપાને સંભાળી લે !
ઝેરની ગવાહી છે કે તું જ એ મીરાં છે કૃષ્ણની,
બસ વેરાન પડેલા તારા મેવાડને સંભાળી લે !
હવે ખુદ કસોટીઓ થાકી, રૂહના વલણ થકી,
હવે તું જમાનાની હર મર્યાદાને સંભાળી લે !
આકાશ અને ધરાના મિલનમાં છે એક આભાસ
તું ક્ષણ માત્ર પણ એક ક્ષિતિજને સંભાળી લે !
આ "પરમ" પીર પ્રેમની ન કહેવાય ન સહેવાય,
તું પલ પલના તારા "પાગલ" પનને સંભાળી લે !