STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

શોધું છું

શોધું છું

1 min
17

આજીવન આરામ કરી કરીને હવે થાકી ગયો છું,

થાક ઉતરે એવું એક કષ્ટદાયક કામ શોધું છું !


કહે છે સહુ કે પ્રેમ કરી કરીને છલકી ગયો છું,

ભરી લે કોઈ ભીતર એવું એક પાત્ર શોધું છે !


દરિયામાં સ્થાયી વસવાટ છે ને જન્મોથી તરસ્યો છું,

છિપાવે જે જન્મોની તરસ એવું એક ટીપું શોધું છું !

 

ખૂબ ખાઈ ખાઈને અંતે તો સાવ ભૂખ્યો ને ભૂખ્યો જ,

ઉપવાસ બાદ ઓડકાર આવે, એવું ભાણું શોધું છું !


જીતવાની તમામ વ્યર્થ કોશિશોમાં હારી ગયો છું,

હવે હારીને જીતું એવો એક આખરી દાવ શોધું છું !

 

ગુનો કર્યા વગર જૂઠો અપરાધી બની ગયો છું,

એક હસીન ગુનો કરીને કેદીની આઝાદી શોધું છું !


ભીતર સ્વ સાથે ખૂબ લડી લડીને હવે હાંફી ગયો છું,

સ્થપાય શાંતિ કાયમ એવું એક છેલ્લું યુદ્ધ શોધું છું !


આયખાના અનુભવો થકી ઘડાઈને પાકી ગયો છું,

હવે જલ્દી ખરી પડાય એવી ભવ્ય ક્ષણ શોધું છું !


બોલો તો આ કોને મહોર મારી છે કે હું મરી ગયો છું ?

હું તો શરીર છોડ્યા પછીનું નવું જીવન શોધું છું !


"પરમ" ની શરાબ પી પીને એવો તો બહેકી ગયો છું,

કે હવે હોશ લાવે એવું એક "પાગલ"પન શોધું છું !


Rate this content
Log in