STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

રજનીગંધા

રજનીગંધા

1 min
17

રાતના અંધકારમાં રજનીગંધાની ખીલી કળી છે,

એકાંત જીવનમાં આજે શબ્દો સાથે સુંગંધ ભળી છે.


મઘમઘતી આબોહવા ભુલાવે છે ભાન સૌ કોઈને,

મહેબૂબની યાદ છે ને આ મહેકે તો ઊંઘ હરી છે.


પુષ્પ રજનીગંધાનાં કરે પુલકિત રોમ રોમ,

ને જાત અચાનક કુદરતી મૈખાના તરફ ઢળી છે.


વગર શરાબે હવામાન હૈયાનું થયું છે નશીલું,

લાગે છે કે ખુશ્બૂની માદકતાથી ચાલ લથડી છે.


અંધારાના ઓથે ઓથે આવી છે રજની આ લપાતી,

દાનત આખા અસ્તિત્વની આજ અકારણ બગડી છે.


મહેકી ઉઠ્યું છે રૂપ અનુપમ આ રજનીનું,

ગંધ જ્યારથી મંદ મંદ વહેતા વાયુને સાંપડી છે.


કોણ જાણે કોના ઈંતજારમાં ફેલાવતી ખુશ્બુ,

તોય ક્યાં મહોબ્બત એને મધુકરની મળી છે ?


"પરમ" પરિમલ આ રજનીગંધાનાં પુષ્પોની,

કરી જાય સૌને "પાગલ", એવી તો એની ખુમારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance