STORYMIRROR

Rudra Vivek

Romance

4  

Rudra Vivek

Romance

કદાચ એવું પણ બને..!

કદાચ એવું પણ બને..!

1 min
26.4K


હોય વસંત પૂરબહારમાં અને

સૂકાતો ગુલમહોર તડકે બળે..!

કદાચ એવું પણ બને..!

હસતાં હોય લાલીભર્યા હોઠ અને,

હૈયામાં સળગતો દાવાનળ મળે..!

પલકારો ચુકી નિરખતાં રહેતા તને;

એ નયન તારા ઇંતજારમાં ઢળે..!

કદાચ એવું પણ બને..!

કદાચ આવે તું 'દયા' ખાઈને અને,

કફનમાં વીંટાળાયેલી 'સાજન'ની લાશ મળે..!

તું પણ હોય, તારી પ્રીત પણ હોય, અને

સુખડ ના હાર મઢેલી દિલરુબાની તસ્વીર મળે..!

જીવતાન જાણી અસીમ પ્રીતને 'સાજન'

કબર માં એની તારા પ્રેમની નિશાની મળે..!

કદાચ એવું પણ બને..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance