જો ને આ વસંત આવી પણ તું ન આવે
જો ને આ વસંત આવી પણ તું ન આવે
જો ને આ વસંત આવી પણ તું ન આવે,
ફૂલોમાં તારા શ્વાસની સુવાસ
મન ને લલચાવે પણ તું ના આવે.
ભમરાનું ગુંજન તારી યાદોના,
ગીત સંભળાવે પણ તું ન આવે.
કુંજમાં બોલતી કોયલ સાદ દઈ
તને બોલાવે પણ તું ના આવે.
મારે મન તો તારું આગમન જ
સાચી વસંત લાવે પણ તું...?

