Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Drama Classics Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Classics Others

શું કહેવાય

શું કહેવાય

1 min
213


આવે છે, જાય છે, શ્વાસ

પણ, કેવી રમત કરી જાય છે ?

શું આને જ જિંદગી કહેવાય છે ? 


જાય શ્વાસ ને શરીર શિથિલ થાય છેે. 

એક એક ઘટકમાંથી ચેતના જાય છે.

શું આને જ મૃત્યુ કહેવાય છે ? 


આયુષનું અવલોકન આમ થાય છે !

જન્મ મૃત્યુ સુધીનો મંડાય સરવાળો

શું આને જ કહેવાય ઉંમરનો ગાળો ? 


શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય

ગરીબોનાં ભોજનમાં ટીપુ તેલ ન દેખાય

શું આને જ સમાજની અસમાનતા ન કહેવાય ? 


પુત્રનો જન્મ થાય ઘરે-ઘરે પેંડા વહેચાય.

પુત્રી જો જન્મે માથાકૂટ ને પરિવારમાંં યુદ્ધ થાય.

શું આ ને સંસારની ભેદરેખા ન કહેવાય ? 


વ્યભિચારી, અત્યાચારીનો જયજયકાર થાય,

સ્ત્રીની હાલત દયનીય ને, નાજુક થાય,

શું આને કલયુગની શરૂઆત ન કહેવાય ? 


Rate this content
Log in

Similar gujarati poem from Drama