Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Maheta

Drama

4  

Hiren Maheta

Drama

આ માણસ છે મજાનો

આ માણસ છે મજાનો

1 min
249


હોઠે હસતો, હૈયે રડતો, આંખે છે અરમાનો,

કોઠે વસતો લાગણીઓનો મોંઘેરો ખજાનો,

આ માણસ છે મજાનો…


અદની કાઠીમાં ભડભડતો આનલ સંઘરી બેઠો,

મનની વાંકી ગલીઓમાં પણ હિંમત સાથે રહેતો,

ક્યારેક મોટાભા’ થઈ ફરતો, ક્યારેક રહેતો નાનો,

હોઠે હસતો, હૈયે રડતો, આંખે છે અરમાનો,

આ માણસ છે મજાનો…


વાત-વાતમાં પડતું વાંકુ, વાત-વાતમાં મોજ,

માણસ નામે મરજીવો થઈ કરતો રહેતો ખોજ,

જોર-શોરથી ગામ ગજવતો, ક્યારેક રહેતો છાનો,

હોઠે હસતો, હૈયે રડતો, આંખે છે અરમાનો,

આ માણસ છે મજાનો…


ઘડી-ઘડીમાં બદલાતું મન, બદલાતું આ સ્પંદન,

નિત-નીત આ મનનો ડુંગર કરતો રહેતો વંદન,

છાતી કાઢી ફરતો જાણે કુદરતનો પરવાનો,

હોઠે હસતો, હૈયે રડતો, આંખે છે અરમાનો,

આ માણસ છે મજાનો…


દુ:ખડાં દેખી પાંપણોની પાળ છલોછલ ભરતો,

સુખડામાં એ બહેકી જાતો, ઉચ્છલ-ઉચ્છલ રહેતો,

ક્યારેક મોભો મેળવતો ને ક્યારેક હોય નિશાનો,

હોઠે હસતો, હૈયે રડતો, આંખે છે અરમાનો,

આ માણસ છે મજાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama