STORYMIRROR

Hiren Maheta

Inspirational

4  

Hiren Maheta

Inspirational

નાવ તમારી હંકારો જી

નાવ તમારી હંકારો જી

1 min
219

દરિયો ગાંડોતુર બને ત્યાં હિંમતના શઢને ફરકાવી,

નાવ તમારી હંકારો જી,

આભે જામે તોફાનો ત્યાં મનડાની એ ઢાલ બનાવી,

નાવ તમારી હંકારો જી.


ડગલે-ડગલે સામે મળતા સંઘર્ષોના,

પહાડ ભરેલા જગના જુઠા વહાણ,

એની ભીતર ખડકાયેલા સદીઓ જુના,

લૂખા-સૂકા પડકારો અણજાણ, 


તરણાની છાતીની ભીતર જીવતી ધગ-ધગ જ્વાળા રાખી,

નાવ તમારી હંકારો જી,

આભે જામે તોફાનો ત્યાં મનડાની એ ઢાલ બનાવી,

નાવ તમારી હંકારો જી.


મારગ-મારગ આવી ડંખે ઝેર ભરેલા,

વેર ભરેલા ભમરાળા તોફાનો,

સાવ અમસ્તું ઘાત લગાવી પલકારામાં,

તોડી દેતા વરસોના અરમાનો,


ઘેરી લેતી નિરાશાને ‘હાક’ કરીને ફેંકી દેતા,

નાવ તમારી હંકારો જી,

આભે જામે તોફાનો ત્યાં મનડાની એ ઢાલ બનાવી,

નાવ તમારી હંકારો જી.


સપને-સપને ધરબાયેલા હાર-જીતના દાવ ભરેલા,

ભાયગના સહુ દાણા,

ચક્કર-ચક્કર જો ને ફરતાં તડકા-છાયાની રમતોના,

સુખ-દુઃખના વહાણા,


આશાઓનો ટમ-ટમ દીવડો હૈયાની હૂંફે પેટાવી,

નાવ તમારી હંકારો જી,

આભે જામે તોફાનો ત્યાં મનડાની એ ઢાલ બનાવી,

નાવ તમારી હંકારો જી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational