STORYMIRROR

Hiren Maheta

Fantasy

4  

Hiren Maheta

Fantasy

છોકરીને સોળમું બેઠું રે

છોકરીને સોળમું બેઠું રે

1 min
398

અલ્લડશી છોકરીની આંખોમાં ઓચિંતું સપનું સોહામણું પેઠું રે,

ને છોકરીને સોળમું બેઠું રે.


છોકરીના પગલામાં ઠેકી ઠેકીને હવે હરણીઓ ભરતી કંઈ ફાળ,

ઉગી ગઈ છોકરીની ખુલ્લી હથેળીમાં મહેંદીની મેહકીલી વાડ,

અમથું જરીકમાં તો લજ્જાનું ફૂદુંય કરતું આ હોઠોને એઠું રે,

ને છોકરીને સોળમું બેઠું રે.


એની આ ઓઢણીએ કેવા ઉડે છે હવે ચકલાં ને મોરલાં ને ઢેલ,

એની એ ઝાંઝરીયું રણકી-રણકીને જો ને કેવો બતાવતી રે ખેલ,

વાંકાળી લટ એની અડકી લેવાને હવે વાયરાનું પૂર આવે હેઠું રે,

ને છોકરીને સોળમું બેઠું રે..


મસ્તી મોંઘેરી ને મનગમતા તોફાનો બાંધ્યા રે પાલવને છેડે,

વ્હાલપનું મોજું પણ ઉછાળા લેતું કંઈ છલકે છે યૌવનને બેડે,

અંગોમાં ઉતરેલું ઘેલું અષાઢ હવે ચકરાવો લેતું આ બેઠું રે,

અંગે જઈ બેઠેલું ઘેલું અષાઢ અહીં ધોધમાર-ધોધમાર વે’તું રે,

ને છોકરીને સોળમું બેઠું રે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy