બસ હું તારી જ છું
બસ હું તારી જ છું
જો તું અંબર છે, તો હું તારી ધરતી છું,
જો તું વાદળ છે, તો હું તારી વીજળી છું,
તને પ્રેમથી ભીંજવનારી, હું તારી વરસતી વર્ષા છું.
જો તું સૂરજ છે, તો હું તારૂં કિરણ છું,
જો તું ચાંદ છે, તો હું તારી ચાંદની છું,
તારા અંધકારને દૂર કરનાર, હું તારા પ્રેમનો ઉજાસ છું.
જો તું આંખ છે, તો હું તારી દ્રષ્ટિ છું,
જો તું પાંપણ છે, તો હું તારી પલક છું,
મારા અધરોથી સતત વહેતી, હું તારા પ્રેમની જામ છું.
જો તું નિંદ્રા છે, તો હું તારૂં સ્વપ્ન છું,
જો તું પ્રેમ છે, તો હૂંં પ્રેમનું અમૃત છું,
મારા રસીલા યૌવનમાં તુંજને, હું ડૂબાડનારી તારી અપ્સરા છું.
જો તું શ્ચાસ છે, તો હું તારી સરગમ છું,
જો તું સાઝ છે, તો હું તારો અવાજ છું,
તારી કલમથી લખાયેલી, હું તારા પ્રેમની ગઝલ છું.
જો તું સાગર છે. તો હું તારી સરિતા છું,
જો તું મિલન છે, તો હું તારા મિલનની પ્યાસ છું,
તારી પાનખર દૂર કરનાર"મુરલી", હું તારા પ્રેમની વસંત છું.

