આ તે કેવી આદત?
આ તે કેવી આદત?
સામે તુ રહેવા છતાં સંતાઈને રહેવાની તારી આદત છે,
ઈશારો કરીને બોલાવું તો તડપાવવાની તારી આદત છે.
રૂબરૂ મળવા બોલાવું તો તરસાવવાની તારી આદત છે,
મારા પ્રેમને સમજ્યા વિના તડપાવવાની તારી આદત છે.
મળવા બોલાવીને રાહ જોવડાવવાની તારી આદત છે,
વાયદો મળવાનો તોડીને તડપાવવાની તારી આદત છે.
રાત્રીએ સ્વપ્નમાં આવીને સતાવવાની તારી આદત છે,
સ્વપ્નમાં મધુર સ્મિત કરીને તડપાવવાની તારી આદત છે.
તારાથી દૂર રાખીને મને ચિંતા કરાવવાની તારી આદત છે,
હાલત મારી જાણ્યા વિના તડપાવવાની તારી આદત છે.
"મુરલી" આદત તારી ભુલી જા આજે મસ્તાની મોસમ છે,
પ્રેમભર્યુ આલિંગન આપવા તડપાવવાની તારી આદત છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

