પ્રેમમાં પ્રવેશ
પ્રેમમાં પ્રવેશ
એક બીજા સાથે નજર મેળવીને,
ચાલ હવે પ્રેમની ભાષા સમજીએ,
થોડી જામ તુ છલકાવી દે,
થોડી જામ હું છલકાવી દઉં.
એક બીજાના હ્રદયમાં વસી જઈને,
ચાલ હવે ધડકનનો તાલ મેળવીએ,
થોડી ધડકન તુ સંભળાવી દે,
થોડી ધડકન હું સંભળાવી દઉં.
એક બીજાનો હાથ પ્રેમથી પકડીને,
ચાલ પ્રેમનું બંધન મજબૂત કરીએ,
થોડો હાથ તુ લંબાવી દે,
થોડો હાથ હું લંબાવી દઉં.
એક બીજાના પ્રેમમાં મગ્ન બનીને,
"મુરલી" પ્રેમની અનુભૂતિ કરીએ,
થોડુ શરમાવાનું તુ મુકી દે,
થોડી શરમાવાનું હું મુકી દઉં.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

