STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તુ જ મારા પ્રેમની અમીરાત

તુ જ મારા પ્રેમની અમીરાત

1 min
1

આ તે કેવી ગજબની વાત છે,
તારા વિના મારૂં મન ઉદાસ છે,

તારી સાથે મન ખીલે છે મારૂ,
તુ જ મારા પ્રેમની અમીરાત છે.

તુ જ મારા હ્રદયની ધડકન છે,
તુ જ મારા શ્ચાસોની સરગમ છે,

તારી સાથે તાલ મળે છે મારો,
તુ જ મારા પ્રેમની અમીરાત છે.

તુ જ મારા નયનનો આયનો છે,
તારી જ છબી તેમાં વસેલી છે,

તને મળવા મન તડપે છે મારૂં,
તુ જ મારા પ્રેમની અમીરાત છે.

તુ જ મારા પ્રેમનો રાગ છે,
તુ જ મારા પ્રેમનો આલાપ છે,

તારી જ ગઝલ ગાઉં છુ "મુરલી",
તુ જ મારા પ્રેમની અમીરાત છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama