મધુર સ્મિત
મધુર સ્મિત
તારા મધુર સ્મિતે આ દિલને શાંત કરી દીધું,
એક નજરમાં જ તેણે મારૂં દુઃખ હરી લીધું.
તારા કોમળ અધરો પર મધુર સ્મિત જોતાં,
મારા પથ્થર જેવા દિલને તે પીગળાવી દીધું.
તારા મધુર સ્મિત જોઈને દિવાનો બન્યો છું,
મારા રોમ રોમને તેં આનંદથી લહેરાવી દીધું.
રડી રહ્યો હતો હું તારી તસ્વીર જોતાં જોતાં,
તારા મધુર સ્મિતે મારા મનને મહેંકાવી દીધું.
તારા સ્મિતની ભાષા હું હવે સમજી ગયો છું,
મારૂં જીવન સુમસામ બનતા અટકાવી દીધું.
દિલમાં પ્રેમ જ્યોત પ્રજ્વલિત થયેલી જોતાં,
તારા સ્મિતે જીવનમાં અજવાળું ફેલાવી દીધું.
"મુરલી" તારૂ મધુર સ્મિત આમ જ રહે હમેશાં,
મેં તો પ્રેમને મહેફીલ સજાવવાનું શરૂ કરી દીધું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

