STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સંધ્યાવંદન

સંધ્યાવંદન

1 min
0

સુંદર ઢળતી સાંજમાં હું કરૂં છું સંધ્યાવંદન,
ગગનના સુંદર દ્રશ્યોએ પણ કર્યુ સંધ્યાવંદન.

ઢળતા સૂરજની લાલીએ અનુભવ્યું સ્પંદન,
વહેતી હવાની લહેરોએ પણ કર્યુ સંધ્યાવંદન.

ઉડી રહેલા પક્ષીઓનાં તરાનામાં મધુર કંપન,
મંદિરના સુરીલા ઘંટારવે પણ કર્યું સંધ્યાવંદન.

ગમગીની ભુલવા પ્રભુદર્શનની લાગી લગન,
શ્ચાસોની મધુર સરગમે પણ કર્યુ સંધ્યાવંદન.

પ્રગટેલા દીપકની જ્યોતમાં છે શાંત ચિંતન,
ભક્તિ સરિતામાં ડુબતાં ખુદે કર્યુ સંધ્યાવંદન.

 "મુરલી" મુસીબતો ભુલતાં થયુ છે શાંત મન,
ભવસાગરને પાર કરવા હું કરૂં છું સંધ્યાવંદન.

 રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational