દુઃખી પુરુષ
દુઃખી પુરુષ
દરેક સંબંધોનું દુઃખ, સહન કરી રહ્યો છે પુરુષ,
છતાં આંખોથી આંસુ, વહાવી રહ્યો છે પુરુષ.
પરિવારના બધા સપનાઓ, સજાવે જીવનભર,
છતાં પોતાનું જ સપનું કેમ ખોઈ રહ્યો છે પુરુષ.
ધરમાં પુત્ર, પિતા અને પતિનો, નિભાવે કિરદાર,
છતાં બધા ચહેરાની ઓળખ બન્યો છે પુરુષ.
દુઃખમાં બધાની વાતો સાંભળીને, બને છે ઢાલ,
છતાં પરિવારથી એકલો અને નિરાશ છે પુરુષ.
સૌને પ્રેમમાં ડૂબાડીને, જાળવે છે સાચો સંબંધ,
છતાં પોતાને જ ભીતરમાં શોધી રહ્યો છે પુરુષ.
ન કોઈને પણ કહે છે, દુઃખનો ગળે ઉતારે છે ઘુંટ,
દિન રાત સમાજની બીકથી ડરી રહ્યો છે પુરુષ.
"મુરલી" દુઃખ સહ્રા કરે છે, બનીને જીવતા કફન,
લાચાર બનીને મધુર સ્મિત કરી રહ્યો છે પુરુષ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
