STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

માનવતાની પોકાર

માનવતાની પોકાર

1 min
0

દુનિયા કેમ સળગી રહી છે, નફરતની આગમાં,
માનવ જીંદગી જીવી રહ્યો છે, ખુદની લાચારીમાં.

ભૂખથી પરિવાર તડપે છે, દર્દથી રડે છે આ ધરતી,
કોઈ કોઈને સાંભળતું નથી, સૌ મગ્ન છે સ્વાર્થમાં.

જુલમ-સિતમ કરીને સૌને, ડરાવી રહ્યો છે માનવી,
હેવાન બની ગયો છે માનવ, ધન દૌલતની લાલચમાં.

હાથ જો લંબાવે તો, દૂર થી જાય તમામ ભેદભાવ,
પ્રેમની ભાષા જ કોઈ, સમજતુ નથી આ સંસારમાં.

 ધાક ધમકી થી ડરી ગયો છે આજ બિચારો માનવ,
છતાં પણ જીવન જીવી રહ્યો છે જુલ્મના નગરમાં.

 આવો સૌ મળીને દીપક બનીને ઉજાશ ફેલાવીએ, માનવતાની જ જીત થાશે, જીંદગીના આ ખેલમાં.

'મુરલી' સૌ સાથે મળીને હવે બની જઈએ જાગૃત,
પ્રેમ જ માનવ ધર્મ છે આજે, માનવતાની પોકારમાં.

 રચના:-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational