STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

અપરાધ

અપરાધ

1 min
0

દિલમાં છુપાયો છે એક નાનો અપરાધ,
ચહેરા પર હાસ્ય છતાં અંદર છે વિવાદ.

સાચું કહેવું મુશ્કેલ બન્યું છે આજકાલ,
જુઠ્ઠા રસ્તે ચાલવુ એ પણ છે અપરાધ.

દર્પણ રોજ પૂછે છે મને નજર મેળવીને,
પોતાને ભૂલી જવુ એ પણ છે અપરાધ.

સંબંધ તૂટતા રહે છે સ્વાર્થની આગમાં,
પ્રેમમાં શરત મુકવી એ પણ છે અપરાધ.

 સમય માફ કરે છે ઘણી ભૂલ થવા છતાં,
અંતે પસ્તાવો કરવો એ પણ છે અપરાધ.

'મુરલી' કલમ ઉઠાવી સમજ્યો છું સઘળું,
મૌન રહી જુલ્મ સહેવા એ પણ છે અપરાધ.

રચના:ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational