STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સાહિત્યમાં ખેલદિલી

સાહિત્યમાં ખેલદિલી

1 min
3

સાહિત્યમાં સૌને હમેશા સન્માન મળવું જોઈએ,
સાહિત્યને વેગ મળે તેવું અભિયાન હોવું જોઈએ.

શબ્દનાં મોતીઓની ચમક ક્યારેય ઝાંખી ન થાય,
હૃદયમાં સાહિત્ય માટે અતિ ગૌરવ હોવું જોઈએ.

કવિની કલમનો જાદૂ તો દુનિયામાં અપાવે છે માન,
કદી પણ કવિએ મનમાં અભિમાન ન કરવું જોઈએ.

બીજાનો ઉત્સાહ વધારે તે જ કવિ સાચો ગણાય, માનવતાની મહેંક ચારે દિશામાં પ્રસરવી જોઈએ.

કોઈને માર્ગદર્શન આપો અને બનો સાચો સહારો,
ટીકા કરો તો તે પણ ફૂલની સુગંધ લાગવી જોઈએ.

સાહિત્યમાં સંયમ અને સન્માન છે સુંદર આભૂષણ, "મુરલી" પ્રતિશોધમાં પ્રેમનો સમુદ્દ લહેરાવો જોઈએ.

રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational