શૃંખલા
શૃંખલા
દરેક જગ્યાએ જોઈ રહ્યો છુ કસોટીની શૃંખલા,
થતી રહી છે મારા ઉપર આખતરાઓની શૃંખલા.
હું તો ઓલવવા માંગતો હતો નફરતની આ આગ,
પણ જોઈ રહ્યો છું હું આજે છળકપટની શૃંખલા.
જીંદગીમાં દુઃખોનો ત્રાસ મેં ધણો સહન કરી લીધો,
છતાં ઓછી થવા નથી દીઘી અપેક્ષાઓની શૃંખલા.
લોકો ઘણા આવ્યા અને સમય સાથે બદલાતા ગયા,
પરંતુ ક્યારેય અટકી નથી આ જનારાઓની શૃંખલા.
આંસુ ઘણા વાવ્યા છતાં બદલાયુ નથી મારૂં નસીબ,
છતાંપણ મેં ચાલુ જ રાખી પ્રયત્ન કરવાની શૃંખલા.
સુરિલા અને મધુર તરાના ધીરે ધીરે લહેરાવા લાગ્યા,
'મુરલી' માં મેં છેડી દીધી સદાબહાર ધૂનોની શૃંખલા.
રચના: ધનજીભાઈ ગઢિયા "મુરલી" (જૂનાગઢ-ગુજરાત)
