STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સપનાઓની પાંખો

સપનાઓની પાંખો

1 min
1

સપનાઓની પાંખો લઈ આકાશમાં ઉડવું છે,
ગગનના તારલાં સાથે નવી દુનિયામાં રમવુંછે.

અંધારી રાત આવે તો કદી હિંમત હારવી નથી,
સૂરજ બનીને જાતે જ અજવાળું પાથરવું છે.

મંઝિલ ભલે દૂર હોય, છતાં નિરાશ બનવું નથી,
દરેક પડકારનો સામનો કરી મારે પાર ઉતરવું છે.

ક્યારી નસીબ ખુલશે મારૂ તેની વાટ જોવી નથી,
મારા પોતાના હાથોથી ભાગ્યનું પાનું લખવું છે.

તોફાન આવે માર્ગે તો પણ મારે કદી ડરવુ નથી,
 વિશ્વાસની નાવ લઈને સાગરમાં પણ તરવું છે.

માર્ગમાં ભૂલો પડુ તો મારે હિમ્મત હારવી નથી,
હારીને પણ જીતવાનું મારે જીવનમાં શીખવું છે.

'મુરલી’ સપનાં સાચાં કરીશ વિશ્વાસના સૂરોથી,
જીંદગીનો ખેલ જીતવા માટે કટિબદ્ધ બનવું છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)  


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational