STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

વિસર્જન

વિસર્જન

1 min
1

તારી નજરમાં રોજ કર્યુ છે મેં પ્રેમનું વિસર્જન,
મનમંથનમાં પણ થઈ ગયું સ્વપ્નનું વિસર્જન.

તારા મારા અધરો મળ્યાં અને તુટ્યું શબ્દનું મૌન,
આંખોના પ્રેમના ઇશારાથી થયું અંતરનું વિસર્જન.

લહેરાતા તારા કેશમાં મહેક્યાં ગુલાબ હજારો,
ગુલાબની સુગંધે શ્વાસમાં કર્યું શરમનું વિસર્જન.

તુ સ્મિત બનીને આવી, વસંત આજે ખીલી ઉઠી,
તારા મધુર મિલનથી થઈ ગયું વિરહનું વિસર્જન.

હૈયું સમર્પિત છે હવે જીંદગી કરૂં તારા નામ ઉપર,
નિસ્વાર્થ પ્રેમની લાગણીથી થયું નફરતનું વિસર્જન.

"મુરલી" તારો મારો પ્રેમ યુગો સુધી અમર બની રહે,
તારી મારી વચ્ચે રહેલી ગેરસમજનું થયું વિસર્જન.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama