હરિ તમે..!
હરિ તમે..!
હરિ તમે રહેજો હારોહાર.
તવસંગ આમદિન તહેવાર...
આ દુનિયામાં શું હું ખાટું?
કૈક કરી છૂટું પરહિત સાટું
બાકી ખારો લાગે સંસાર,
હરિ તમે રહેજો હારોહાર.
તવવિયોગે સદા હું તડપું.
દર્શન કાજે કેવો હું હરખું.
હરિ કેમ ભૂલાય ઉપકાર,
હરિ તમે રહેજો હારોહાર.
ટાળજો મહા ઉપાધિ મારી.
લખચોરાશી યાતના ભારી.
ઉરે આસન ગ્રહો કિરતાર,
હરિ તમે રહેજો હારોહાર.
