ઉન્માદ
ઉન્માદ
સોળેક વર્ષની એ પનિહારી ને
ફક્કડ એની ચાલ,
ને એ ચાલનો અનેરો ઉન્માદ,
દુનિયાદારીને ભુલાવી ને સખીઓ સંગ
બેશરમીલું એનું હસવું,
ને એ હાસ્યનો નફ્ફટ ઉન્માદ,
ગોરી એની કેડ ને કેડ પર
મોટા બેડાલાનો ભાર
ને એ ભારનો હળવો ઉન્માદ,
ડમરી ઊડતી કેડીઓ ને કેડીઓ પર
ગણગણતા એના ગાન
ને એ અવાજનો રસીલો ઉન્માદ,
રાતી એની ઓઢણીમાં
લાજ લીધેલું એ ફૂલડું,
ને એ મુખડાનો શીરીન ઉન્માદ,
સોળે કળાએ ખીલેલું એનું સોળ વર્ષનું જોબનિયું ને
જાણે જુવાનિયાઓનો એ સ્વપ્નકાર
ને એ સૌંદર્યનો મીઠો ઉન્માદ.
