માનવની મનોદશા
માનવની મનોદશા
1 min
14.5K
પથ્થરોના જંગલમાં,
પથ્થર બની ગયો છું હું.
આગળ વધવાની દોટમાં,
અથડાઈ રહ્યો છું હું.
રસ્તાઓની જાળમાં,
ભટકી રહ્યો છું હું.
ઉંચી ઉડાનના મોહમાં,
આથમી રહ્યો છું હું.
એકાંતના સાથમાં,
અકળાઈ ગયો છું હું.
